અમેરિકામાં કોરોના સંક્રમણ, તેનાથી થતા મોત અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા વિસ્તારના હિસાબે જોઇએ તો તેમાં ભારે વિરોધાભાસ છે. જ્યાં ધનિકોના વિસ્તારોમાં સંક્રમણ અને મોતની સંખ્યા ઓછી છે, તો ગરીબોના વિસ્તારોમાં મોતનો આંકડો લગભગ ડબલ છે. એટલું જ નહીં, કોરોનાએ જાતિ અને જાતિગત રીતે પણ લોકોને પ્રભાવિત કર્યો છે. ન્યૂયોર્કના આરોગ્ય વિભાગેન્યૂયોર્કમાં વિવિધ વિસ્તારોના જિપ કોડના આધારે રિપોર્ટ જારી કર્યો છે, જેમાં તમામ વાતોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટ મુજબ ગરીબોના વિસ્તારોમાં એક લાખ દીઠ થનારા મોતની સંખ્યા 232 છે, જ્યારે સમૃદ્ધ મનાતા લોકોના વિસ્તારોમાં આ આંકડો 100નો છે. એટલે અડધા કરતા પણ ઓછો. ખાસ કરીને ન્યૂયોર્ક અને બ્રુકલિનમાં કોરોનાની અસરમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
વયમાં એક મોટો તફાવત જોવા મળ્યો
બ્રોન્ક્સમાં કોરોના વાઇરસના કેસો, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મોતના દર સૌથી વધુ છે. જાતિના હિસાબે ન્યૂયોર્કમાં લેટિન એમિરીક લોકોનાં મોત સૌથી વધુ છે. ઉપરાંત વયમાં એક મોટો તફાવત જોવા મળ્યો છે. જ્યાં સૌથી વધુ મોત થયા, ત્યાંની એક મોટી વસતી 64 વર્ષથઈ વધુના વયની છે. ન્યૂયોર્ક સિટી હેલ્થ ડિપોર્ટમેન્ટ મુજબ અશ્વેત અને લેટિન અમેરિકી વર્ચસ્વવાળા વિસ્તારોમાં મોત વધુ થયા છે. અહીં ઓછી અને મધ્યમ આવકવાળા પરિસર છે. જિપ કોડ ડેટામાં માત્ર એ કેસો સામેલ છે, જે કોરોના ટેસ્ટમાં પોઝિટીવ મળ્યા હતા.
સૌથી વધુ મોત બ્રુકલિનના ગરીબ વિસ્તારોમાં, સૌથી ઓછા મેનહટનમાં
બ્રુકલિનમાં સ્ટારેટ સિટી નામે પ્રખ્યાત સ્પ્રિંગ ક્રિક ટાવ્રસમાં મૃત્યુદર સૌથી વધુ રહ્યો. અહીં એક લાખ લોકોમાં 612 મોત થયા. ક્વીંસમાં 445, જ્યોરે બ્રોન્ક્સમાં આ આંકડો 429નો રહ્યો. જ્યોર મેનહટન જેવા ધનિક વસતીવાળા વિસ્તારોમાં મોત લગભગ નહીંવત જેવા છે. સૌથી ઓછા મોતવાળા મોટાભાગના વિસ્તારો મેનહટનમાં છે, જ્યાંની દરેક વ્યકિતની સરેરાશ આવક 6 આંકડામાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment