દેશમાં એવું મશીન આવી ચૂક્યું છે જે કોવિડ-19ના વાઈરસના સરફેસ અને હવામાં 99 ટકા ખતમ કરી શકે છે. આ મશીનને બનાવનાર કંપનીનો દાવો છે કે આ એર ડિસઈન્ફેક્શન મશીનનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં લગભગ 10 વર્ષથી બેક્ટરિયાને મારવા માટે થઈ રહ્યો હતો અને કોરોના વાઈરસને પણ ખતમ કરવામાં તે કારગર સાબીત થયું છે.આ મશીનનું નિર્માણ દક્ષિણ કોરિયાની વેલિસ નામની કંપનીએ કર્યું છે.
સ્પેન, ચીનના વુહાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં હોસ્પિટલ, ઓફિસ જેવી જગ્યાએ સંક્રમણ મુક્ત કરવા માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. મશીન 500થી 800 ક્વેરફૂટના વિસ્તારને બે કલાકમાં સંક્રમણ મૂક્ત કરી દે છે.
જાન્યુઆરીમાં યુનિવર્સિટી ઓફ બાર્સિલોનામાં તેનું રેસ્પિરેટરી સિંક્રાઈટિયલ વાઈરસ (RSV) ઉપર ટેસ્ટિંગ થયું. તપાસમાં જાણ થઈ કે બે કલાકમાં આ મશીન દ્વારા વેટ કન્ડિશનમાં 99 ટકા અને ડ્રાયમાં 92 ટકા સુધી વાઈરસ ખતમ કરી શકાય છે.આરએસવીને કોવિડ-19થી પણ ખતરનાક વાઈરસ માનવામાં આવે છે. તેના હુમલાથી ફેફસા ખરાબ રીતે ડેમેજ થાય છે અને દર્દીને બચાવવો મુશ્કેલ બની જાય છે.આ આધારે નિર્માતા દાવો કરી રહ્યા છે કે કોવિડ-19માં આ ખુબ કારગર સાબીત થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આ મશીનના ડિસ્ટ્રીબ્યુટર મનીષ બિયાનીએ જણાવ્યું કે દિલ્હીમાં બે દિવસ પહેલા આ મશીન આવ્યું છે અને મધ્યપ્રદેશમાં શનિવાર-રવિવાર સુધીમાં આવશે. પહેલા હોસ્પિટલમાં તેની સપ્લાઈ કરાશે.
વાઈરસને કેવી રીતે ખતમ કરે છે
- નિર્માતા મુજબ મશીનમાાં લાગેલા કાર્ટ્રિઝમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ભરેલો હોય છે. તે ઓએચ રેડિકલ પ્રોડ્યુસ કરે છ. આ ઓએચ રેડિકલ વાઈરસને પ્રોટીન લેયરમાં હાજર હાઈડ્રોજનથી કેમિકલ રિએક્શન કરીને ખતમ કરવાનું કામ કરે છે.
- જો તેને 24 કલાક ચલાવવામાં આવે તો કાર્ટ્રિઝમાં રહેલ હાઈડ્રોજન પેરોક્સાઈડ ત્રણ મહિનામાં ખતમ થઈ જાય છે. ત્યાર બાદ તેને ફરી ભરવો પડે છે. જેનો ખરચો 3500 રૂપિયા આવશે.
- દાવો કરાયો છે કે મશીન 500થી 800 ક્વેરફૂટ વિસ્તારને સંક્રમણ મૂક્ત કરી દે છે. તેનો જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. લોકોની અવરજવર ન હોય ત્યા સપ્તાહમાં એકવાર આ મશીન ચલાવીને સંક્રમણ મૂક્ત કરી શકાય છે.
દક્ષિણ કોરિયામાં મશીન બન્યું
- આ મશીનનું નિર્માણ દક્ષિણ કોરિયાની વેલિસ નામની કંપનીએ કર્યું છે. કંપની ઘણા દેશોમાં છેલ્લા 10 વર્ષથી મશીનને વેચી રહી છે. તે બેક્ટરિયાને મારે છે.
- કોરોના વાઈરસ આવ્યા પછી કંપનીએ તેને ટેસ્ટિંગ માટે યુનિવર્સિટી ઓફ બાર્સિલોના મોકલ્યું હતું. જેમાં જાણ થઈ કે તે કોવિડ-19ના વાઈરસને પણ ખતમ કરી શકે છે.
- ત્યાર પછી આ મશીનને વિશ્વભરના માર્કેટમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. મશીનની ભારતમાં કિંમત 65થી 75 હજાર હશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment