સતત બીજા દિવસે રેકોર્ડ 8 હજારથી વધુ દર્દીઓ વધ્યા, પંજાબ સહિત 3 રાજ્યોએ લોકડાઉન વધાર્યું; દેશમાં 1 લાખ 81 હજાર 823 સંક્રમિત - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

સતત બીજા દિવસે રેકોર્ડ 8 હજારથી વધુ દર્દીઓ વધ્યા, પંજાબ સહિત 3 રાજ્યોએ લોકડાઉન વધાર્યું; દેશમાં 1 લાખ 81 હજાર 823 સંક્રમિત

દેશમાં કોરોના સંક્રમણના 1 લાખ 81 હજાર 823 કેસ સામે આવી ચૂક્યા છે. શનિવારે સતત બીજા દિવસે 8 હજારથી વધુ દર્દીઓ વધ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8332 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4303 લોકો સાજા પણ થયા છે. 205ના મોત થયા છે. કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 47.40% થયો છે. મધ્યપ્રદેશ અને પશ્વિમ બંગાળ સરકારે લોકડાઉન 15 જૂન સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો. પંજાબમાં લોકડાઉન 30 જૂન સુધી લાગૂ રહેશે. જોકે દરેક રાજ્ય કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે પ્રતિબંધોમાં છૂટછાટ આપશે. દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો 30 જૂન સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ છૂટ મળશે નહિ.

મહારાષ્ટ્રમાં 2940, દિલ્હીમાં 1163, તમિલનાડુમાં 938, ગુજરાતમાં 412, બંગાળમાં 317, ઉત્તરપ્રદેશમાં 256, રાજસ્થાનમાં 252, મધ્યપ્રદેશમાં 246, બિહારમાં 206, હરિયાણામાં 202, જમ્મુ કાશ્મીરમાં 177, આસામમાં 128 અને કર્ણાટકમાં 141 દર્દી મળ્યા છે. 370 દર્દીઓ વધુ મળ્યા છે પરંતુ તે ક્યાં રાજ્યના છે, તેની જાણકારી મળી નથી. આ પહેલા શુક્રવારે દેશમાં રેકોર્ડ 8140 પોઝિટિવ કેસ મળ્યા હતા. સૌથી વધુ 11, 735 સ્વસ્થ થયા, જ્યારે 269ના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 116 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ આંકડા covid19india.org ના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 1 લાખ 73 હજાર 763 લોકો સંક્રમિત છે. તેમાંથી 86 હજાર 422ની સારવાર ચાલી રહી છે. 82 હજાર 370 સાજા થઈ ગયા છે, જ્યારે 4971ના મોત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર મુંબઇના ધારાવીની છે. મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂરોનું ઘરે પરત ફરવાનું ચાલુ છે. અત્યાર સુધીમાં 17 લાખ લોકો મુંબઇથી પોતાના વતન પરત ફરી ચૂક્યા છે.


via news-rs24

No comments:

Post a Comment