સુપ્રીમ કોર્ટે મિડલ સીટ બૂકિંગ કરવા અંગે પોતાના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર, કોર્ટે 6 જૂનના રોજ સીટ પર બુકિંગની મંજૂરી આપી છે - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 27, 2020

સુપ્રીમ કોર્ટે મિડલ સીટ બૂકિંગ કરવા અંગે પોતાના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર, કોર્ટે 6 જૂનના રોજ સીટ પર બુકિંગની મંજૂરી આપી છે

સુપ્રીમ કોર્ટે બુધવારે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં મિડલ સીટ બુક કરવાને લગતા કેસમાં તેના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે સોમવારે બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે ચીફ જસ્ટીસ એસએ બોબડેની બનેલી ખંડપીઠે તાત્કાલિક સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે એર ઈન્ડિયાને વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 6 જૂન સુધી મિડલ સીટનું બૂકિંગ કરવા પરવાનગી આપી હતી.બોમ્બે હાઈકોર્ટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે એર ઈન્ડિયાને ગત સપ્તાહ આદેશ આપ્યો હતો કે વિદેશોથી આવી રહેલી ફ્લાઈટમાં મિડલ સીટ ખાલી રાખવામાં આવે. એર ઈન્ડિયા અને સરકારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો.6 જૂન બાદ હાઈકોર્ટનો અંતરિમ આદેશ માનવો પડશેઃ સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે સોમવારે જારી એક આદેશમાં કહ્યું હતું કે અમે હાઈકોર્ટના વચગાળાના આદેશમાં દરમિયાનગીરી કરવા ઈચ્છતા નથી. પણ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને જે મુશ્કેલી પડી રહી છે તે અંગે જાણકારી આપી છે. યાત્રીઓને માન્ય ટિકિટ જારી કરવામાં આવેલ છે. આ સંજોગોમાં હાઈકોર્ટના આદેશથી લોકોને ઘણી મુશ્કેલી પડશે.

માટે 10 દિવસ માટે એર ઈન્ડિયાને મિડલ સીટ બૂકિંગની પરવાનગી આપવામાં આવે છે. એટલે કે 6 જૂન સુધી એર ઈન્ડિયા મિડલ સીટ પર યાત્રીઓને લાવી શકાશે. પણ, ત્યારબાદ સરકાર અને એરલાઈન કંપનીએ બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશને માનવો પડશે. આ અંગે બોમ્બે હાઈકોર્ટમાં બે જૂનના રોજ હવે પછીની સુનાવણી થશે.

બોમ્બે હાઈકોર્ટમાં 2 જૂનના રોજ હવે પછીની સુનાવણી

સુપ્રીમ કોર્ટે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સરકારી એરલાઈન કંપનીને સલાહ આપી હતી કે સુરક્ષા સંબંધમાં તેમણે હાઈકોર્ટના આદેશને માનવો જોઈએ. સાથે એમ પણ કહ્યું કે જ્યાં સુધી કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યાં સુધી DGCA કોમર્શિયલ વિચાર કરવાને બદલે લોકોના આરોગ્ય અને સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવાના નિયમોમાં ફેરફાર કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારત સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. આ મિશન હેઠળ આશરે 30 હજારથી વધારે લોકોને દેશમાં લાવવામાં આવ્યા છે


via news-rs24

No comments:

Post a Comment