રામમંદિર ટ્રસ્ટને લૉકડાઉનમાં રૂપિયા 4.75 કરોડ નું દાન મળ્યું - News

Breaking

Artikel Terbaru

Monday, May 25, 2020

રામમંદિર ટ્રસ્ટને લૉકડાઉનમાં રૂપિયા 4.75 કરોડ નું દાન મળ્યું

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેન્ક ખાતામાં લૉકડાઉન દરમિયાન 4.75 કરોડ રૂ.નું દાન આવ્યું છે. અત્યાર સુધીમાં દેશના ખૂણે-ખૂણેથી અંદાજે 5 હજાર લોકોએ ટ્રસ્ટના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. અત્યાર સુધીમાં દેશના ખૂણે-ખૂણેથી અંદાજે 5 હજાર લોકોએ દાનની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી છે.
શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાં યથાશક્તિ દાન કરી શકે છે
ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે અયોધ્યાની સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું દાન ખાતું 2 એપ્રિલે રામનવમીના દિવસે ખોલાવાયું હતું. શ્રદ્ધાળુઓ સેવિંગ્સ એકાઉન્ટ નં. 39161495808 અને કરન્ટ એકાઉન્ટ નં. 39161498809માં યથાશક્તિ દાન કરી શકે છે. દરમિયાન, શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં સ્થાયી ગર્ભગૃહ નજીકના 200 વર્ષ જૂના પીપળા સહિત ઘણાં વૃક્ષો ખસેડીને બીજે રોપવામાં આવ્યાં છે. પીપળાનું વૃક્ષ પ્રસ્તાવિત શેષાવતાર મંદિરની નજીક રોપાયું છે.
મહંત નૃત્ય ગોપાલ દાસ 28 વર્ષમાં પહેલી વાર રામલલ્લાના દર્શને પહોંચ્યા
અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પડાયાના 28 વર્ષ બાદ સોમવારે પહેલી વાર મણિરામદાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલ દાસ રામલલ્લાના દર્શને પહોંચ્યા. તેઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. અધ્યક્ષ બન્યા પછી પણ તેઓ રામલલ્લાના દર્શને આવી શક્યા નહોતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રામ મંદિર કાર્યશાળાની ફાઇલ તસવીર.


via news-rs24

No comments:

Post a Comment