ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 324 અંક વધી 30997 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 98 અંક વધી 9138 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની અને એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્કના શેર 4.17 ટકા વધી 352.30 પર કારોબાર કરી રહ્યાં છે. આઈટીસી 3.22 ટકા વધી 192.5 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ, ટીસીએસ, હીરો મોટોકોર્પ, ઈન્ફોસિસ અને કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 3.36 ટકા ઘટી 573.05 પર કારોબાર કરી રહ્યો છે. ટીસીએસ 1.22 ટકા ઘટી 1994.25 પર કારોબાર કરી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment