શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દરરોજ અંદાજે 250થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવે રહ્યા છે. સૌથી વધારે કેસો પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, હાલમાં પૂર્વ વિસ્તારોમાં જીવનજરૂરિયાત વસ્તુઓ સિવાય બાકી બંધ છે. છતા પણ કેસોની સંખ્યા વધી રહી છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 272 કેસ નોંધાયા છે અને 26 દર્દીના મોત થયા છે. જ્યારે 107 દર્દીને રજા આપવામાં આવી છે. આમ મૃત્યુઆંક 600ને વટાવી 602 થઈ ગયો છે જ્યારે કુલ કેસ 9,216 થયા છે અને 3130 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાના 3 નવા કેસ, બોપલમાં વૃદ્ધાનું મોત
અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ત્રણ કેસ બોપલ, ધોળકા અને માંડલ વિસ્તારમાં નોંધાયા છે. જેમાં બોપલ વિસ્તારમાં આવેલી નારાયણી પાર્ક- 2માં રહેતી 65 વર્ષની વૃદ્ધાનું કોરોનાનાં કારણે મોત થયું છે. માંડલ ગામમાં 11 વર્ષની બાળકીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ 143 થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment