વિશ્વમાં અત્યાર સુધીમાં 61 લાખ 54 હજાર 35 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 27 લાખ 34 હજાર 637 લોકો સાજા થયા છે.3 લાખ 70 હજાર 893 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં સંક્રમણના 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં દર્દીઓની સંખ્યા 5 લાખની નજીક પહોંચી ગઈ છે.
બ્રાઝીલ: મોતનો આંકડો ફ્રાન્સથી વધુ
બ્રાઝીલમાં એક દિવસમાં 890 લોકોના મોત થયા છે. કુલ 28 834 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંખ્યા યુરોપના ચોથા સૌથી વધુ સંક્રમિત દેશ ફ્રાન્સથી વધારે છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 28 હજાર 771 લોકોના મોત થયા છે.
અમેરિકા: એક દિવસમાં 960ના મોત
અમેરિકામાં એક દિવસમાં 960 લોકોના મોત થયા અને 23 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1 લાખ 5 હજાર 557 લોકોના મોત થયા છે. જ્યારે 18 લાખ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment