હવે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ વધુ, રાજ્યમાં ત્રણ દિવસથી મરણાંકમાં ઘટાડો, કુલ 15572 કેસ અને મૃત્યુઆંક 960 - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

હવે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ વધુ, રાજ્યમાં ત્રણ દિવસથી મરણાંકમાં ઘટાડો, કુલ 15572 કેસ અને મૃત્યુઆંક 960

ગુજરાતમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 367 કેસો નોંધાતા હવે કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 15,572 પર પહોંચ્યો છે. આ સાથે રાજ્યભરમાંથી 454 દર્દીઓને રજા અપાઇ હતી અને આમ કુલ ડિસ્ચાર્જ અપાયેલાં દર્દીઓનો આંકડો 8003 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના સંક્રમિત હોય અને સારવાર હેઠળ હોય એવાં કુલ 6,611 દર્દીઓ છે અને તેના કરતાં સ્વસ્થ થયેલાં દર્દીઓનો આંકડો વધુ થવા જાય છે. તદઉપરાંત કુલ કોરોના પોઝિટિવ કેસની સામે પચાસ ટકા કરતા વધુ દર્દો સ્વસ્થ થયાં છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી દરરોજ નોંધાતા મૃત્યુના આંકડામાં ઘટાડો આવ્યો છે. 25 મેએ રાજ્યમાં 30 મોત નોંધાયા હતા. ત્યારબાદ 26મીએ 27 મોત, 27મીએ 23 મોત અને 28મી મેએ 22 મોત નોંધાયા છે.

રિકવરીનો રેટ ગુજરાતમાં 51. 41 ટકા થયો
હાલ રિકવરીનો રેટ ગુજરાતમાં 51. 41 ટકા થયો છે. જે દેશના સરેરાશ રિકવરી રેટ 42.6 કરતાં વધુ છે. ગુજરાતભરમાં ગુરુવારે સારવાર હેઠળ રહેલાં 22 દર્દીઓના મોત થયાં છે અને આ સાથે કુલ મોતનો આંકડો 960 પર પહોંચ્યો છે. ગુરુવારે જે મૃત્યુ નોંધાયા તે પૈકી અમદાવાદમાં 16, વડોદરામાં 3 જ્યારે કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીનું મોત નોંધાયું છે. હાલ રાજ્યમાં સારવાર હેઠળ રહેલાં 76 દર્દીઓની સ્થિતિ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 6,535 દર્દીઓની હાલત સ્થિર છે. હાલ રાજ્યમાં 3.13 લાખ લોકો ક્વોરન્ટાઇન અવસ્થામાં છે.

રાજ્યમાં ગુરુવારે સાંજ સુધીમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
ગુરુવારે સાંજે આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગરમાં 4, આણંદ અને પંચમહાલમાં 2-2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોઁધાયા છે. રાજ્યમાં નવા 22 મોતમાંથી અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા 30 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)
27 મે 376(256)
28 મે 367(247)

કુલ 15572 દર્દી, 960ના મોત અને 8003 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 11344 780 5331
સુરત 1465 65 1007
વડોદરા 947 39 530
ગાંધીનગર 241 13 136
ભાવનગર 120 8 99
બનાસકાંઠા 103 4 80
આણંદ 97 10 77
અરવલ્લી 102 3 88
રાજકોટ 104 2 68
મહેસાણા 105 4 60
પંચમહાલ 81 7 68
બોટાદ 59 1 54
મહીસાગર 113 2 41
પાટણ 76 6 57
ખેડા 64 4 45
સાબરકાંઠા 97 3 31
જામનગર 52 2 35
ભરૂચ 37 3 29
કચ્છ 75 2 25
દાહોદ 36 0 22
ગીર-સોમનાથ 45 0 23
છોટાઉદેપુર 24 0 21
વલસાડ 34 1 10
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 28 0 12
નવસારી 23 0 8
પોરબંદર 8 0 4
સુરેન્દ્રનગર 32 1 10
મોરબી 4 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 8 0 2
અન્ય રાજ્ય 10 0 0
કુલ 15,572 960 8003


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE death toll decreases third day in row


via news-rs24

No comments:

Post a Comment