દુનિયાભરમાં કોરોનાવાઈરસથી 54.88 લાખથી વધારે લોકો સંક્રમિત છે. વાઈરસથી બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવનાર માતાઓના મનમાં પણ એક ડર ઉભો થયો છે. તેમનાં મનમાં બ્રેસ્ટફિડિંગથી બાળકને સંક્રમણનાં જોખમનો ભય છે.
આ ડરથી ઘણા દેશોમાં બાળકોનાં જન્મ બાદ તેમની માતાથી અલગ કરવામાં આવે છે. તેનો ફાયદો દૂધનાં સબસ્ટિટ્યૂટ બનાવતી કંપનીઓ ઉઠાવી રહી છે. આ વચ્ચે એક રાહત આપનારી ખબર સામે આવી છે. ખાસ કરીને એ માતાઓ માટે જે કોરોનાવાઈરસનાં ડરથી તેમનાં બાળકોને બ્રેસ્ટફિડિંગ નથી કરાવી રહી.
બ્રેસ્ટફિડિંગથી વાઈરસ ફેલાતો નથી
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેનશ), યુનિસેફ (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ) અને IBFAN (ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક)ના એક રિપોર્ટ અનુસાર, વાઈરસના ડરથી બ્રેસ્ટફિડિંગ રોકવાની આવશ્યકતા નથી. અત્યાર સુધી બ્રેસ્ટમિલ્કનાં માધ્યમથી વાઈરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. જે માતાઓ કોવિડ-19થી સંક્રમિત છે, અથવા તેમનાંમાં કોઈ લક્ષણો છે, તો તેઓ પણ બ્રેસ્ટફિડિંગ કરાવી શકે છે.
બ્રેસ્ટફિડિંગ ન કરાવવાથી બાળકોમાં મૃત્યુનું જોખમ 14 ગણું વધી શકે છે
આ રિપોર્ટ અનુસાર, જે બાળકોને બ્રેસ્ટફિડિંગ નથી કરાવવામાં આવતું, તેમનામાં મૃત્યુનું જોખમ બ્રેસ્ટફિડિંગ કરતાં બાળકો કરતાં 14 ગણું વધી જાય છે. તેથી વાઈરસનાં ડરથી બ્રેસ્ટફિડિંગ ન કરાવવું તે બાળકો માટે હાનિકારક છે.
દુનિયામાં બ્રેસ્ટફિડિંગને લઈને જાગૃતતાની ઉણપ
દુનિયાભરમાં બ્રેસ્ટફિડિંગનાં મહત્ત્વને લઈ જાગૃતતાની ઉણપ છે. WHOના રિપોર્ટ અનુસાર, દુનિયામાં 6 માસ સુધી માત્ર 41% બાળકોને જ બ્રેસ્ટફિડિંગ કરાવવામાં આવે છે. WHOનાં તમામ સભ્ય દેશોએ આ આંકડો વર્ષ 2025 સુધી 50% કરવાનો લક્ષ્ય રાખ્યો છે.
માતાઓએ આ સાવધાની રાખવી પડશે:
- બાળકોને સ્પર્શ કરતાં પહેલાં પોતાના હાથ સાબુ અથવા આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝરથી ધોવો.
- બાળકને ખોળામાં લો ત્યારે સંપર્ક સમયે માસ્ક પહેરીને રાખો.
- ઉધરસ અને કફ સમયે ટિશ્યુ રાખો.
- ટિશ્યુનો ઉપયોગ કરી તરત તેનો નિકાલ કરો અને ફરી હાથ ધોવો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment