દેશભરમાં સંક્રમિતોની સંખ્યા 1,12,028એ પહોંચી થઈ ગઈ છે. અને સાથે 3,434 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 45,422 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 39,297 કેસ મહારાષ્ટ્રમાં છે. અહીંયા 10,318 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે અને 1,390 લોકોના મોત થયા છે.તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 13 હજારની પાર પહોંચ્યો છે.
અપડેટ્સ
- રેલવેએ 1 મેથી અત્યાર સુધી 1813 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે. આનાથી 22 લાખ શ્રમિત પોતાના ઘરે પહોંચ્યા છે. સૌથી વધારે 912 ટ્રેન ઉત્તરપ્રદેશન માટે દોડાવાઈ હતી, જ્યારે બિહારમાં 398 ટ્રેનની સફર ખતમ થઈ છે.
-
વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર બુધવારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને બે વિમાન પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે પણ મનીલા(પેલેસ્ટાઈન)થી 166 યાત્રિઓ અને અબુધાબીથી 148 યાત્રિઓને લઈને વિમાન પહોંચ્યું હતું.
નક્સલી હુમલામાં ઘાયલ થયેલા CRPFના 7 કોબરા કમાન્ડોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ એ જ 17 CRPF જવાનોમાંથી છે, જે છેલ્લા 24 કલાકમાં સંક્રમિત મળી આવ્યા હતા. આ તમામ ઉત્તર દિલ્હીના એક કેમ્પમાં રહે છે.
| રાજ્ય | કેટલા સંક્રિમત | કેટલા સાજા થયા | કેટલા મોત |
| મહારાષ્ટ્ર | 39297 | 10,318 | 1390 |
| તમિલનાડુ | 13191 | 5882 | 88 |
| ગુજરાત | 12539 | 5219 | 749 |
| દિલ્હી | 11088 | 5192 | 176 |
| રાજસ્થાન | 6015 | 3404 | 147 |
| મધ્યપ્રદેશ | 5735 | 2734 | 267 |
| ઉત્તરપ્રદેશ | 5175 | 2918 | 123 |
| પશ્વિમ બંગાળ | 3103 | 1136 | 253 |
| આંધ્રપ્રદેશ | 2560 | 1664 | 53 |
| પંજાબ | 2005 | 1794 | 38 |
| તેલંગાણા | 1661 | 1013 | 38 |
| બિહાર | 1607 | 571 | 09 |
| જમ્મુ-કાશ્મીર | 1390 | 678 | 17 |
| કર્ણાટક | 1462 | 556 | 40 |
| હરિયાણા | 993 | 648 | 14 |
| ઓરિસ્સા | 1052 | 343 | 06 |
| કેરળ | 667 | 502 | 04 |
| ઝારખંડ | 290 | 127 | 03 |
| ચંદીગઢ | 202 | 136 | 03 |
| ત્રિપુરા | 173 | 116 | 00 |
| આસામ | 189 | 48 | 04 |
| ઉત્તરાખંડ | 122 | 52 | 01 |
| છત્તીસગઢ | 110 | 59 | 00 |
| હિમાચલ પ્રદેશ | 110 | 47 | 03 |
| લદ્દાખ | 44 | 43 | 00 |
| ગોવા | 50 | 7 | 00 |
| આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
| પુડ્ડુચેરી | 23 | 10 | 00 |
| મેઘાલય | 14 | 12 | 01 |
| મણિપુર | 25 | 02 | 00 |
| મિઝોરમ | 01 | 01 | 00 |
| અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
| દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
| અન્ય | 1096 | 00 | 00 |
પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5735- રાજ્યમાં બુધવારે 270 દર્દી વધ્યા,જ્યારે કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો 267 થઈ ગયો હતો. મધ્યપ્રદેશમાં 52માંથી 48 જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ પહોચી ગયું છે. રાજ્યમાં હવે જે દર્દી સામે આવી રહ્યા છે તે હિજરત કરીને અન્ય રાજ્યોમાંથી જિલ્લામાં પહોંચ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમતિઃ39297- મહારાષ્ટ્રમાં બુધવારે 2250 નવા દર્દી મળ્યા, જ્યારે 65 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાથી 1390 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 27 હજાર 581 થઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ5175- રાજ્યમાં બુધવારે કોરોનાથી 249 દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી બારાબંકીમાં 50, પ્રયાગરાજમાં 12, રામપુરમાં 10, પ્રતાપગઢમાં 11, રામપુરમાં 10 કેસ સામે આવ્યા હતા. મંગળવાર બપોરથી બુધવાર સવાર સુધી 24 કલાકમાં 323 કોરોના સંક્રમિત મળ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment