વડાપ્રધાને પ. બંગાળ સહિત ઓડિશાનું હવાઇ નિરીક્ષણ કર્યું, બંગાળને 1000 અને ઓડિશાને 500 કરોડનું રાહત પેકેજ આપ્યું - News

Breaking

Artikel Terbaru

Friday, May 22, 2020

વડાપ્રધાને પ. બંગાળ સહિત ઓડિશાનું હવાઇ નિરીક્ષણ કર્યું, બંગાળને 1000 અને ઓડિશાને 500 કરોડનું રાહત પેકેજ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના લોકડાઉન બાદ લગભગ 80 દિવસે દિલ્હીની બહાર નીકળ્યા. તેમણે અમ્ફાન વાવાઝોડાથી તબાહ થયેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ તેમણે બંગાળને એક હજાર કરોડ રૂ. અને ઓડિશાને 500 કરોડ રૂ.નું રાહત પેકેજ જાહેર કર્યું. તેમની આ જાહેરાતથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ છે. તેમણે કહ્યું કે અમ્ફાનથી બંગાળને એક લાખ કરોડનું નુકસાન થયું છે, જેની સામે માત્ર એક હજાર કરોડનું પેકેજ અપાઇ રહ્યું છે. આ અગાઉ મોદી અને મમતાએ એક જ વિમાનમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.

હવાઇ નિરીક્ષણ કરી રહેલા વડાપ્રધાન મોદી

આખો દેશ બંગાળની સાથે

મોદીએ કહ્યું, ગયા વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણીની વ્યસ્તતા વધારે હતી. ત્યારે ઓરિસ્સામાં ચક્રવાતી વાવાઝોડાથી થયેલા નુકસાનનું ભરપાઈ કરવામાં વ્યસ્ત હતો. એક્ઝેટ એક વર્ષ પછી આવેલા ચક્રવાતી વાવાઝોડાથી દરિયા કિનારાના વિસ્તારો ઘણાં પ્રભાવિત થયા છે. ખૂબ ઝડપથી એક ટીમ મોકલવામાં આવશે જે અમ્ફાનથી થયેલા નુકસાનનો રિપોર્ટ બનાવશે. લોકોના પુર્નવાસ અને પુનનિર્માણ સાથે સંબંધિત દરેક મુદ્દા વિશે વિચાર કરશે.
7 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા
વાવાઝોડામાં અંદાજ કરતા વધારે નુકસાન થયું હોવાથી એનડીઆરએફની વધારે ચાર ટીમ કોલકાતા રવાના કરવામાં આવી છે. બંગાળમાં પહેલેથી 41 ટીમ છે. તે સિવાય સેના, નેવી અને વાયુસેનાની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. બીજી બાજુ બંગાળ અને ઓરિસ્સામાં પહેલેથી જ 7 લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. બંગાળમાં 5 લાખ લોકોને તટીય વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા છે. બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી સહિત 7 જિલ્લા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
મમતા બેનરજીએ કહ્યું- રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન

  • મમતા બેનરજીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુકસાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થયા છે. મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે.
  • મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટનેટ લાઈનોને પણ નુકસાન થયું છે. 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીએમ મોદીની જાહેરાત પર મમતા ભડક્યાં, કહ્યું - નુકસાન 1 લાખ કરોડનું, મળ્યા 1 હજાર કરોડ


via news-rs24

No comments:

Post a Comment