દેશમાં 68 દિવસથી જારી લૉકડાઉનનો ચોથો તબક્કો રવિવારે પૂરો થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી લૉકડાઉન 4.0 બાદની રણનીતિ પર ચર્ચા કરી. શાહે મુખ્યમંત્રીઓ પાસેથી મળેલાં સૂચનો પણ પીએમને જણાવ્યાં. અધિકારીઓ મુજબ 1 જૂન બાદ લૉકડાઉન આશરે બે સપ્તાહ વધી શકે છે. જોકે આ વખતે પ્રતિબંધો નક્કી કરવામાં કેન્દ્રની ભૂમિકા બહુ મર્યાદિત રહેશે. રાહતો ઘટાડવા-વધારવાનો અધિકાર સંપૂર્ણપણે રાજ્યોને મળી શકે છે. સૂત્રો મુજબ 1 જૂનથી સ્કૂઓ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ ખોલવા કે મેટ્રો ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઇ શકશે. જોકે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાથે મોલ અને સિનેમાઘરો બંધ રાખવાનો આદેશ આપી શકે છે. અધિકારીઓ મુજબ દરેક 15 દિવસમાં લૉકડાઉનની સમીક્ષા થશે. તેમાં પણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ રાજ્ય નિર્ણય લેશે.
સૌથી વધુ દર્દીઓવાળાં 30 શહેરો પર ફોકસ રહેશે
સૂત્રોએ કહ્યું કે નવી ગાઇડલાઇન્સમાં કેન્દ્રનો ભાર માત્ર કન્ટેઈનમેન્ટ ઝોન પર રહેશે. અહીં ચેપ રોકવા માટે કડક પ્રતિબંધો લાગુ કરાશે. લૉકડાઉન-5.0માં કોરોના વાઇરસ વિરુદ્ધ અલગ પ્રકારનો જંગ થશે. 30 શહેરોમાં દેશભરના 80 ટકાથી વધુ દર્દી છે. તેમાંથી 13 શહેરોના અધિકારીઓ સાથે કેબિનેટ સચિવે બેઠક કરી. 1 જૂનથી મ્યુનિસિપાલિટીઓ જ નક્કી કરશે કે કઇ રહેઠાણ કોલોની, મહોલ્લો, વોર્ડ કે પોલીસમથક ક્ષેત્રને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરે કે નહીં?
કર્ણાટક બાદ પ.બંગાળમાં પણ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ 1 જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત કરી દીધી. સાથે જ સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ 100 ટકા કર્મચારીઓ જઇ શકશે. મમતા પહેલાં કર્ણાટક સરકારે પણ રાજ્યમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે કેરળમાં પણ ઘણા ધર્મગુરુઓએ મુખ્યમંત્રી પિનરાઇ વિજયનને મંદિરો, મસ્જિદો અને ચર્ચો ખોલવાનો આગ્રહ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment